તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને રાહતનાં પગલાં ભરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રજૂઆત કરી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વિવિધ માગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધાનેરાને દુષ્કાળગ્રસ્ત તાલુકો જાહેર કરવાની માગ ઉઠાવી હતી. પ્રદર્શનકારીઓએ પશુઓ માટે ઘાસચારા અંગે સહાય આપવાની સાથે ખેડૂતોનાં દેવા માફ કરવાની પણ માગણી કરી હતી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને રાહતનાં પગલાં ભરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ કરવામાં આવી હતી. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી સરકાર અને ચૂંટણી તંત્ર સામે પોતાની માગણીઓ રજૂ કરી હતી.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
