હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
સાબરકાંઠાના વડાલી નગરપાલિકામાં કોંગ્રેસમાં પ્રથમ દિવસે કકળાટ :ઉપપ્રમુખના મેન્ડેટ સામે સદસ્યોએ બળવો પોકાર્યો.
કોંગ્રેસે ઇમરાન મેમણને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ જાહેર કર્યું : કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મત આપીને અયુબ નાગોરીને ઉપપ્રમુખ ચૂંટ્યા

સાબરકાંઠાના વડાલી નગરપાલિકામાં કોંગ્રેસમાં પ્રથમ દિવસે જ ભાંજગડ થઈ છે. ઉપપ્રમુખના મેન્ડેટ સામે સદસ્યોએ બળવો પોકાર્યો હતો ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યુ હતું કોંગ્રેસે ઇમરાન મેમણને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ જાહેર કર્યું હતું. કોંગ્રેસના 14 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મત આપીને અયુબ નાગોરીને ઉપપ્રમુખ ચૂંટ્યા હતા . કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લામાં એક જ નગર પાલિકામાં વિજય મેળવ્યો હતો. એક માત્ર નગરપાલિકામાં એક તરફી વિજય બાદ પણ કોંગ્રેસનાં આંતરિક વિખવાદની સ્થિતિ સર્જાઈ હતી
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
