<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કોંગ્રેસના સ્‍ટાર પ્રચારકોએ પ્રચારને કામચોરી કરી! બદલે સિફતપૂર્વક

ભાજપ માટે CM, પ્રદેશ પ્રમુખે ૫૦ સભા ગજવી હતી

અમદાવાદ,તા.૩૦: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં કોંગ્રેસના મોટા ભાગના સ્‍ટાર પ્રચારકોએ ઉનાળાના આકરા તાપમાં પરસેવો જ પાડયો ન હતો, એમાંય જૂના પ્રદેશ નેતાઓ તો શહેરી વિસ્‍તારમાં ખાસ ડોકાયા નહોતા કે કોઈ ખાસ ઝંઝાવાતી પ્રચાર કર્યો ન હતો, બીજી તરફ ભાજપ માટે ખુદ મુખ્‍યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખે જ ૫૦ જેટલી ચૂંટણી સભાઓ ગજવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદમાં ત્રણ ચાર ઠેકાણે સભા કરી હતી, આ સિવાય પોતાના મધ્‍યગુજરાતના ગઢને બાદ કરતાં આખા ગુજરાતમાં છેલ્‍લી ઘડીએ પક્ષ માટે ખાસ પ્રચાર કર્યો ન હતો, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી વડોદરા, ખેડબહ્મા પૂરતા સીમિત રહ્યા હતા, અરવલ્‍લી, સાબરકાંઠામાં પણ તેમણે ખાસ પ્રચાર કર્યો ન હતો, ખેડબ્રહ્માની જિલ્‍લા પંચાયતની ૧૦ સીટોમાંથી કોંગ્રેસને ફાળે માંડ એક બેઠક આવી છે, તો વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત એમ ત્રણેયમાં કોંગ્રેસની હાર થઈ છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિહ સોલંકી આણંદ ખેડામાંથી બહાર જ આવ્‍યા નહોતા, પૂર્વ પ્રમુખ શક્‍તિસિહ ગોહિલે અમદાવાદમાં બે ત્રણ સભા અને એકાદ દિવસ ભાવનગરમાં પ્રચાર કર્યો હતો, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ જાણે અમદાવાદ-દહેગામ ક્ષેત્રથી બહાર આવ્‍યા નહોતા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ડભોઈ આસપાસ, પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી અમરેલી ક્ષેત્ર આસપાસ જ પડયા પાથર્યા રહ્યા હતા. ધારાસભ્‍ય જિજ્ઞેશ મેવાણીએ પ્રચાર કર્યો પણ તેમના મોટાભાગના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્‍યો છે.

(10:18 AM IST)