<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

કોંગ્રેસનો મોટો દાવ: ભાજપ બાદ કોંગ્રેસે પણ બદલ્યા પ્રભારી, ગુજરાત કોંગ્રેસની કમાન હવે રણદીપ સૂરજેવાલાના હાથે

​ફાયરબ્રાન્ડ નેતા અને આક્રમક વક્તા તરીકે ઓળખાતા સૂરજેવાલાને સોંપાઈ મહત્વની જવાબદારી; રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી રાજકીય પડકારો પહોંચી વળવા માસ્ટરપ્લાન

અમદાવાદ :  ​ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) બાદ હવે કોંગ્રેસ પક્ષે પણ ગુજરાતના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાના પ્રદેશ પ્રભારી બદલ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પક્ષના સિનિયર નેતા, રાજ્યસભા સાંસદ અને આક્રમક વક્તા તરીકે જાણીતા રણદીપ સૂરજેવાલાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.

​
​સંગઠનમાં નવો પ્રાણ પૂૂરવાનો પ્રયાસ: વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નોને વધુ ધારદાર રીતે વાચા આપવા અને પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટે હાઈકમાન્ડે સૂરજેવાલા જેવા અનુભવી અને ફાયરબ્રાન્ડ નેતા પર પસંદગી ઉતારી છે.

​ભાજપના નિર્ણય બાદ કોંગ્રેસની એક્શન: તાજેતરમાં જ ભાજપે પોતાના પ્રભારી બદલીને રાજકીય વ્યૂહરચના તેજ કરી હતી, જેના જવાબમાં કોંગ્રેસે પણ તુરંત આ પગલું ભરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

​રાષ્ટ્રીય સ્તરનો મોટો અનુભવ: રણદીપ સૂરજેવાલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂક્યા છે અને તેમની ગણના રાહુલ ગાંધીના અત્યંત નજીકના અને વિશ્વાસુ નેતાઓમાં થાય છે. તેમની આક્રમક શૈલી ભાજપ સામેના રાજકીય પ્રહારોને વધુ તીવ્ર બનાવશે તેવું માનવામાં આવે છે.
​આગામી પડકારો: નવા પ્રભારી સામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનનું નવેસરથી માળખું ઊભું કરીને કોંગ્રેસને ફરીથી મજબૂત સ્થિતિમાં લાવી મૂકવાનો મુખ્ય પડકાર રહેશે.

(1:14 PM IST)