<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

અંતઃકરણ અને મનમાં રહેલો કચરો પણ સાફ કરવો જરૂરી: નકારાત્મક વિચારો અને દોષો દૂર કરો

અમદાવાદમાં આર્ષવિદ્યા સંપ્રદાયના પરમાનંદ સરસ્વતી મહારાજે નૂતન વર્ષના પાવન અવસરે સમાજને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો

અમદાવાદમાં આર્ષવિદ્યા સંપ્રદાયના પરમાનંદ સરસ્વતી મહારાજે નૂતન વર્ષના પાવન અવસરે સમાજને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો હતો. તેમણે દિવાળીમાં જેમ આપણે ઘરની સાફસફાઈ કરીને કચરો દૂર કરીએ છીએ, તેવી જ રીતે મનમાંથી પણ નકારાત્મક વિચારો અને દોષો દૂર કરવાની શીખ આપી હતી. પરમાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, દિવાળી દરમિયાન આપણે ઘરમાંથી કચરો કાઢવા માટે ઝાડુ કે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અંતઃકરણ અને મનમાં રહેલો કચરો પણ સાફ કરવો જરૂરી છે. મનમાં રહેલા રાગ-દ્વેષ અને તેના કારણે પેદા થતા કામ, ક્રોધ, લોભ તથા મોહ જેવા દોષો જ મનનો કચરો છે.

(9:47 AM IST)