<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

TP-નોટિફાઈડ ઔદ્યોગિક વિસ્‍તારોમાં NAની ફરજિયાત મંજૂરી નાબૂદ કરવા વિચારણા

વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ પહેલાં સરકારની જાહેરાતની શક્‍યતા, ખેતીની જમીન માટે NAની મંજૂરી ફરજિયાત જ રહેશે : ગણોતધારો જે જમીનમાં લાગુ હોય તો તે જમીન NA થશે કે કેમ તેની પણ સ્‍પષ્‍ટતા કરાશે

અમદાવાદ,તા.૨૬: ગુજરાતમાં ઉદ્યોગો અને વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સને વેગ આપવા માટે રાજ્‍ય સરકાર ટાઉન પ્‍લાનિગ (TP) વિસસ્‍તારો અને નીટિફાઈડ ઔદ્યોગિક વિસ્‍તારોમાં ભિનખેતી (NA-નોન એગ્રીકલ્‍ચર)ની ફરજિયાત મંજૂરીની જોગવાઈ દૂર કરવા સૈદ્ધાંતિક રીતે તૈયાર થઈ છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં થાય તેવી શક્‍યતા છે. સરકાર જાન્‍યુઆરી -૧૯૨૭માં યોજાનારી વાઇજાન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ પહેલાં આ નિર્ણયનો અમલ કરવા ઈચ્‍છે છે. જોકે, ખેતી સેઠળની જમીન માટે ફખ્‍ની મંજૂરી ફરજિયાત જ રહેરશે અને તેમાં કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે.

રાજ્‍ય સરકારના આ સંભવિત નિર્ણય પાછળનો મુખ્‍ય હેતુ ઈઝ ઓફ ડુઈંગ ભિઝનેસ (EoDB) અંતર્ગત જમીનના ઉપયોગને લગતી પ્રક્રિયાઓ સરળ બનાવવાનો અને ઉદ્યોગો સહિતના વિવિધ પ્રોજેક્‍ટસને મંજૂરી મેળવવામાં થતો વિલંબ ઘટાડવાનો છે. ગુજરાતમાં મોટા પાયે ઔથોગિક રોકાણો આવી રહ્યા છે ત્‍યારે ઉદ્યોગ સ્‍થાપવા માટેની વહીવટી પ્રક્રિયા સરળ બને અને પ્રોજેક્‍ટ્‍સ સમયસર શરૂ થઈ શકે તે દિશામાં આ નિર્ણષ મહત્ત્વનો સાભિત થઈ રાકે છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે, NAની મંજૂરી મેળવવાની હાલની પ્રક્રિયા ઘણી વખત લાંબી અને જટિલ બની જાય છે. તેના કારકો ઔધોગિક એકમો સહિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સમાં વિલંબ થાય છે. આ ઉપરાંત, NAની મંજૂરી આપવાની પ્રક્રિયામાં વ્‍યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ સામે આવતી રહી છે. આવી સ્‍થિતિમાં પ્રક્રિયાને સરળ બનાવીને બિનજરૂરી વહીવટી અવરોધો દૂર કરવાનો સરકારનો આશય છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર ટી.પી. વિસ્‍તારમાં કોઈ જમીનમાં ગણોત કે અન્‍ય મહેસૂલના કાયદાનો વિવાદ હોય તો તે જમીન NA ધરશે નહીં તેમજ નજીવા કારણોસર સરકારશ્રી થયેલી જમીનનો વિવાદ પણ પથાવત્‌ રહેશે એટલે સરકાર આ અંગે કોઈપણ નિર્ણય કરતાં પહેલા પુખ્‍ત વિચારણા કરશે. તેમજ મજોતપારી જે જમીનમાં લાગુ હોય તો તે જમીન NA મરો કે કેમ તેની પણ સ્‍પષ્ટતા કરવામાં આવશે.

ઉદ્યોગોથી લઈને હોસ્‍પિટલ અને કોમર્શિયલ પ્રોજેક્‍ટ્‍સને રાહતની શક્‍યતા

હાલમાં NA ની મંજુરી મેળવવામાં થતો વિલંબ માત્ર ઔદ્યોગિક પ્રોજેક્‍ટ્‍સ પૂરતો માઈદિત નથી. રિયલ એસ્‍ટેટ પ્રોજેક્‍ટ્‍સ, હોસ્‍પિટલો, કોમર્સિયલ કોમ્‍પલેક્‍સ અને મિશ્ર ઉપયોગવાળા (મિક્‍સ-ન્‍યુઝ) પ્રોજેક્‍ટ્‍સને પણ પમની અરજીઓની પ્રક્રિયામાં વિલંબના કારણે અસર થતી હોવાનું અધિકારીએ જણાવ્‍યું હતું. આવા પ્રોજેક્‍ટ્‍સમાં જમીનના ઉપયોગને લગતી મંજૂરી મેળવવામાં વધુ સમય લાગવાથી બાંધકામ, રોકાણ અને પ્રોજેક્‍ટ શરૂ કરવાની સમયમર્યાદા પર અસર પડે છે. જો સરકાર આ જોગવાઈ દૂર કરે તો નિર્ધારિત ટાઉન પ્‍લાનિગ અને નોટિફાઇલ્‍ડ ઔધોગિક વિસ્‍તારોમાં જમીનના ઉપયોગને લગતી પ્રક્રિયા સરળ બની શકે છે. ખાસ કરીને ઉદ્યોગો સ્‍થાપવા ઇચ્‍છતા રોકાણકારો, બિલ્‍ડરો અને અન્‍ય પ્રોજેક્‍ટ ડેવલપર્સ માટે વહીવટી પ્રક્રિયાનો બોજ ઘટાવાની શક્‍યતા છે. જોકે, આ ફેરફાર હેઠળ કઈ શરતો લાગુ પડશે અને અન્‍ય કાયધય મંજૂરીઓની પ્રક્રિયા કેવી રીતે રહેશે તે અંગોની વિગતો સત્તાવાર જાહેરાત બાદ સ્‍પષ્ટ થશે.

ડ્રાફટ - ફાઈનલ TPમાં પણ લાગુ પડશે

સરકારની વિચારણા મુજબ, પાની ફરજિયાત મંજૂરો દૂર કરવાની જોગવાઈ રાજ્‍યભરની ડ્રાફટ તેમજ ફાઇબલ ટાઉન પ્‍લાનિગ સ્‍કીમ હેઠળ આવતી જમીનોને લાગુ પડશે. એટલે કે, માત્ર અંતિમ મંજૂર થયેલી TP સ્‍કીમ જ નહીં, પરંતુ ડ્રાફટ TP કીમ કેઠળના વિસ્‍તારોને પણ આ નિર્ણયના દાયરામાં આવરી લેવાની યોજના છે. આ પગલાંથી રાજ્‍યના શહેરી વિકાસ વિસ્‍તારોમાં જમીનના ઉપયોગને લગતી પ્રક્રિયાઓમાં સરળતા આવે તેથી શક્‍યતા છે. જોકે, શાની મંજૂરી દૂર થવાનો અર્થ જમીનના ઉપયોગ અંગેના તમામ નિયમો અને અન્‍ય જરૂરી મંજરીઓમાંથી આપમેળે મુક્‍તિ મળવી એવો નથી. સરકારની અંતિમ માર્ગદધકિા અને અમલીકરણની શરતો મહત્‍વપૂર્ણ રહેશે.

ગામતળ વિસ્‍તારમાં અગાઉથી જ છૂટછાટ

રાજ્‍ય સરકારે અગાઉ ગામતળ વિસ્‍તારમાં આવેલી જમીનો માટે શ્રમની મંજૂરીની જરૂરિયાત દૂર કરી હતી. ગામતળ વિસ્‍તાર ગ્રામ પંચાયત અથવા સ્‍થાનિક વિકાસ સત્તામંડળના કાર્યક્ષેત્ર હેઠળ આવતો હોય છે. હવે TP વિસ્‍તારો અને નોટિફાઈડ ઔધોગિક વિસ્‍તારોમાં પણ આવી જોગવાઈ લાગુ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જોકે, ખેતી હેઠળની જમીના માટે શ્રમની મંજૂરી ફરજિયાત રાખવાનો નિર્ણય સૂચવે છે કે સરકારનો આ પ્રસ્‍તાય મુખ્‍યતો આયોજિત શહેરી અને ઔદ્યોગિક વિસ્‍તારોમાં પ્રક્રિયા સરળ બનાવવા પૂરતો મર્યાદિત રહેશે. જાન્‍યુઆરી-૨૦માં યોજાનારી વધવાન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ પહેલાં આ અંગે જાહેરાત થાય તો રાજ્‍યમાં રોકાણ અને ઉદ્યોગ સ્‍થાપનાની પ્રક્રિયાને સાળ બનાવવાના સરકારના પ્રયાસમાં તેને મહત્‍વનું પગલું માનવામાં આવશે

(10:24 AM IST)