<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ગોતા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી :બાજુના ફ્લેટના બે બ્લોક ખાલી કરાવાયા: ભારે ફફડાટ

શાયોના તિલક ફ્લેટના 2 બ્લોક ખાલી કરાવવામાં આવ્યા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં બિલ્ડરની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. નવી કન્સ્ટ્રકશન સાઈટ પર ચાલુ કામગીરી દરમિયાન કન્સટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં સાઈટની બાજુના ફ્લેટ ખાલી કરાવાયા છે . શાયોના તિલક ફ્લેટના 2 બ્લોક ખાલી કરાવવામાં આવ્યા છે  પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર છે . મનપા દ્વારા કન્સટ્રક્શન સાઈટની વિઝીટ ન કરાતી હોવાનો પુરાવો છે .

(6:17 PM IST)