<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસનો દોર યથાવત: 10 લાખથી વધુનો દંડ વસૂલાયો

છેલ્લાં 10 દિવસમાં 720 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ :294 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ: તપાસમાં 549.9 કિલો અખાદ્ય ખોરાકનો કરાયો નાશ: 232 હોટલ અને રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લેવાયા

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસનો દોર યથાવત રાખ્યો છે. છેલ્લાં 10 દિવસમાં 720 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે. 294 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે. તપાસમાં 549.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે, 232 હોટલ અને રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લેવાયા હતા અને  સ્થળ પર જ રુપિયા 10, 30, 500 નો દંડ વસુલાયો હતો દરમિયાન  નવરાત્રિ કોમર્શિયલ ગરબામાં ફૂડ સ્ટોલ લગાવનારાઓ પણ રજીસ્ટ્રેશન કરાવે એવી સુચના અપાઈ છે .

(5:54 PM IST)