તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશોત્સવમાં અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન: કહ્યું-"પિતા દારૂ પીતા હોય તો તેને પપ્પા ના કહેશો "
પ્રવેશોત્સવમાં વન વિભાગના ઉચ્ચ અધિકારી ડો. ગંગા શરણ શિંગે દારૂબંધી પર સવાલ ઉઠાવતા ખળભળાટ મચ્યો

છોટાઉદેપુરના નસવાડીના સેંગપુર ગામે આયોજિત પ્રવેશોત્સવમાં વન વિભાગના ઉચ્ચ અધિકારી ડો. ગંગા શરણ શિંગે દારૂબંધી પર સવાલ ઉઠાવતા ખળભળાટ મચ્યો છે. કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો સામે જ વાલીઓની દારૂની લતની ટીકા કરતા કહ્યું કે, "પિતા સવારે દારૂ પીતા હોય તો તેમને પપ્પા ન કહેશો." અધિકારીએ બાળકોની કુપોષિત સ્થિતિ માટે વાલીઓની લતને જવાબદાર ઠેરવી, જેનાથી કાર્યક્રમમાં હાજર બાળકો અને વાલીઓ ક્ષોભમાં મુકાયા હતા. આ નિવેદન બાદ જિલ્લામાં દારૂબંધીના અમલ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
