<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

વડોદરાના સાવલીની ધનતેજ ડેરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને વિવાદ વકર્યો

મંત્રીના આક્ષેપ બાદ ડેરી પ્રમુખે પણ વળતો આક્ષેપ કર્યો : હવે ડેરી પ્રમુખ સહિતના સભ્યો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી

વડોદરાના સાવલીની ધનતેજ ડેરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને વિવાદ વકર્યો છે. મંત્રી ઘનશ્યામ પરમારે ડેરીમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ પરમારે ડેરીમાંથી રૂ.12 લાખથી વધુ રકમ ઉપાડી હોવાનો આક્ષેપ થતાં ડેરીના વ્યવહારોને લઈને સવાલો ઉઠ્યા છે. મંત્રીના આક્ષેપ બાદ ડેરી પ્રમુખે પણ વળતો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલો ગરમાતા ડેરીના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. હવે ડેરી પ્રમુખ સહિતના સભ્યો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

(1:28 PM IST)