તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગે વિવાદ વકર્યો: ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ
કોંગ્રેસે ગ્રાન્ટ અંગેના નિવેદનને આદર્શ આચારસંહિતાનો સ્પષ્ટ ભંગ ગણાવ્યો અને કડક પગલાંની માગ કરી

આણંદ જિલ્લામાં સાંસદ મિતેષ પટેલના ગ્રાન્ટ સંબંધિત નિવેદનને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. આ મુદ્દે કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવેએ ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સાંસદ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે મિતેશ પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો છે. જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી સભામાં જાહેર મંચ પરથી તેમણે આંકલાવ તાલુકામાં કોંગ્રેસ ચૂંટાશે તો ગ્રાન્ટ ન આપવાની ચીમકી આપી હતી. કોંગ્રેસે આ નિવેદનને આદર્શ આચારસંહિતાનો સ્પષ્ટ ભંગ ગણાવ્યો છે અને કડક પગલાંની માગ કરી છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
