<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સુરતમાં બોગસ તબીબના સન્માનનો વિવાદ વકર્યો, આરોગ્ય મંત્રીની હાજરીમાં કરાયું હતું સન્માન

જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાયેલી વ્યક્તિની લાયકાત સામે સવાલો ઊઠતાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની પણ માગ ઉઠી

સુરતમાં બોગસ તબીબના સન્માનને લઈને વિવાદ વકર્યો છે. ‘વંદે આયુષ’ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા એક તબીબનું સન્માન કરવામાં આવ્યું હતું, જોકે હવે આ તબીબ બોગસ હોવાનો અને તેની ડિગ્રી પણ બનાવટી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસા બાદ તબીબી આલમમાં ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. તબીબો દ્વારા બોગસ તબીબ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે. જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાયેલી વ્યક્તિની લાયકાત સામે સવાલો ઊઠતાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની પણ માગ ઉઠી છે.

(8:38 PM IST)