<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

વડોદરામાં ક્રિકેટ રમવા બાબતે બબાલ: પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

સયાજીગંજ વિસ્તારમાં રમત-રમતમાં મારામારી થઈ લોહિયાળ, ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો : પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા તા.25 : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા ખાતે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

 

પ્રાપ્ત વિગત મુજબ, પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે રમત દરમિયાન કોઈ બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને એક જૂથે બીજા જૂથના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો.

 

હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે અને હુમલો કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(2:45 PM IST)