તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
જિલ્લા પંચાયતના પદાધિકારીઓ નક્કી કરવા કાલે સંકલન બેઠકઃ ગુરૂવારે પાર્લામેન્ટરી બોર્ડ

રાજકોટ, તા. ૧૨: જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ નક્કી કરવા કાલે બુધવારે રાત્રે ૯ વાગ્યે ગાંધીનગરમાં પ્રભારી મંત્રી શ્રી જીતુ વાધાણીના બંગલે સંકલન સમિતિની બેઠક મળશે. બીજા દિવસે ગુરૂવારે સવારે ૯.૩૦ વાગ્યે સી.એમ. બંગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.પાર્લામેન્ટરી બોર્ડમાં ધારાસભ્યો, સાંસદો, સરકાર અને સંગઠનના પ્રભારી, જિલ્લા પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓ, નિરીક્ષકો વગેરે અપેક્ષિત હોય છે. પ્રમુખપદ માટે કોળી સમાજનો દાવો મજબૂત છે જેમાં દેવેન્દ્ર જાપડિયાનું નામ મોખરે છે. આહીર સમાજમાંથી અર્જૂન ખાટરિયાનું નામ છે ગોંડલ તાલુકાના કોળી પ્રમુખમાંથી ચૂંટાયેલા સામંતભાઇ બાંભવાનું નામ પણ છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
