તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
મહેસાણા બહુચરાજી મંદિરમાં દાનપેટીની જમા થયેલી રકમની ગણતરી શરૂ : 10 દિવસ સુધી ચાલશે પ્રક્રિયા
કર્મચારીઓને મોબાઇલ ફોન, પર્સ કે રોકડ રકમ સાથે લઈ જવા પર પ્રતિબંધ: વધુ ખિસ્સાંવાળાં કપડાં કે મોજાં પહેરવાની પણ મનાઈ

મહેસાણાના બહુચરાજી મંદિરમાં આજથી દાનપેટીમાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન જમા થયેલી રકમની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરીની પ્રક્રિયા આગામી 10 દિવસ સુધી ચાલશે. દાનની રકમની ગણતરી માટે નાયબ કલેક્ટર, મામલતદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કર્મચારીઓને મોબાઇલ ફોન, પર્સ કે રોકડ રકમ સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વધુ ખિસ્સાંવાળાં કપડાં કે મોજાં પહેરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. દાનની રકમની ગણતરી દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા અને સલામતીનાં વિશેષ પગલાં લેવામાં આવ્યાં છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
