<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

નર્મદા જિલ્લામાં 7 કેન્દ્રો પર 49 ટેબલો પર એક સાથે મતગણતરી યોજાશે : 337 કર્મચારી તૈનાત

નર્મદા જિલ્લામાં 150 બેઠકો માટે 453 ઉમેવારોનું ભાવી નક્કી થશે : પરિણામ જાણવા મતદારોમાં ઉત્સાહ

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું રાજ્યમાં સૌથી સારું મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું વહેલી સવારથી મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળ્યો એટલે 45 ડિગ્રી તાપમાન માં પણ નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો પર 66 ઉમેદવારો માટે 84.49  ટકા મતદાન નોંધાયું હતું. જયારે જિલ્લાના 6 તાલુકા પંચાયતો ના 306 ઉમેદવારો માટે 84.49 ટકા મતદાન થયું  અને રાજપીપલા નગરપાલિકામાં 81 ઉમેદવારો માટે 75.62 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું  જેનું પરિણામ જિલ્લામાં 7 સ્થળો પર યોજાશે. આમ નર્મદા જિલ્લામાં કુલ 150 બેઠકો માટે 453 ઉમેવારો નુંભાવી આજે નક્કી થશે આ  પરિણામ જાણવા મતદારો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં રાજપીપળા માં રાજપીપળા નગરપાલિકા 28 બેઠકોની મત ગણતરી  આદર્શ નિવાસી કુમાર શાળા, રાજપીપલા ખાતે 5 ટેબલો પર યોજાશે, જિલ્લા પંચાયત ની 4 બેઠકો અને નાંદોદ તાલુકા ની 18 બેઠકો ની ગણતરી છોટુભાઇ પુરાણી હાઇસ્કુલ  વડીયા (રાજપીપળા) ખાતે 6 ટેબલો પર થશે.  જિલ્લા પંચાયત ની 3 અને  તિલકવાડા તાલુકાની 16 બેઠકોની મત ગણતરી કે.એમ. શાહ હાઇસ્કુલ તિલકવાડા ખાતે 6 ટેબલો પર યોજાશે
જિલ્લા પંચાયત ની 3 બેઠકો અને  ચિકદા તાલુકાના 16 બેઠકોની મત ગણતરી 8 ટેબલો પર આશ્રમશાળા આદિવાસી સામાજીક કેન્દ્ર એજ્યુકેશન રેલ્વા. ચિકદા ખાતે યોજાશે. જિલ્લા પંચાયત ની 4 બેઠકો અને સગબારા તાલુકાની 16 બેઠકો ની મતગણતરી સરકારી વિનિયન કોલેજ પાનખલા ખાતે 10 ટેબલો પર  યોજાશે  જિલ્લા પંચાયત ની 4 બેઠકો અને  દેડિયાપાડા તાલુકાના 18 બેઠકો માટે ની મતગણતરી 12ટેબલો પર  આદર્શ નિવાશી શાળા દેડીયાપાડા ખાતે યોજાશે જિલ્લા પંચાયત ની 3 બેઠકો અને ગરુડેશ્વર તાલુકા પંચાયત ની 16 બેઠકો ની મતગણતરી 6 ટેબલો પાર  મામલતદાર કચેરી ગરૂડેશ્વર બીજો માળ યોજાશે આ માટે તંત્ર સજ્જ છે આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી તમામ પરિણામો આવી જાય એવી ગણતરી છે. ત્યારે  કેન્દ્રો પર 49 ટેબલો પર એક સાથે મતગણતરી યોજાશે  જેમાં 337 જેટલા કર્મચારી તૈનાત રાખવામાં આવ્યા છે. જયારે મતગણતરી કેન્દ્ર પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 719 પોલીસ જવાનો તમામ મતગણતરી કેન્દ્ર પર તૈનાત રહેશે.

(10:30 PM IST)