તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
વડોદરા ખાતે સ્થપાયેલી દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત સેન્ટ્રલ યુનિવર્સિટી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: રેલવે, એવિએશન, મેરિટાઈમ, AI અને સ્માર્ટ મોબિલિટી ક્ષેત્રે ઉદ્યોગ-સંચાલિત શિક્ષણથી ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે વૈશ્વિક સ્તરના ભવિષ્યના નેતૃત્વનું ઘડતર
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) વડોદરા ખાતે મધ્ય ગુજરાતને રોકાણ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પાવરહાઉસ બનાવશે, 23 રાજ્યોના 1000+ વિદ્યાર્થીઓ, 60+ ગ્લોબલ કંપનીઓ સાથે 91% પ્લેસમેન્ટ અને એરબસ, L&T, સિમેન્સ, DRDO, નોકિયા સાથેના MoU થકી GSV “વિકસિત ભારત @2047”ના વિઝનને આપી રહ્યું છે નવી ગતિ

ગાંધીનગર તા.૩૦ : ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કુશળ માનવસંસાધન તૈયાર કરવું તે સાંપ્રત સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. આ જ દિશામાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના સહયોગથી વડોદરા ખાતે 06 ડિસેમ્બર 2022 ના રોજ સ્થાપિત થયેલું ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ અને એકમાત્ર ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે નવી ઓળખ ઉભી કરી રહ્યું છે.
ગુજરાત સરકારે ઉદ્યોગ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સર્જેલા વિકાસના કારણે વડોદરા આજે નવી સંભાવનાઓનું કેન્દ્ર બની રહ્યું છે. આગામી સમયમાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત વિસ્તાર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) થકી રાજ્યમાં રોકાણની તકો, નવીન આયામો અને ટેક્નોલોજી / સંશોધનો આધારિત વિકાસને વધુ પ્રોત્સાહન મળશે. આ VGRC રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.
વડોદરાના લાલબાગ વિસ્તારમાં સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ ઉદ્યોગ, સંશોધન અને નવીનતાને એકસાથે જોડતી “ઇન્ડસ્ટ્રી ડ્રિવન એન્ડ ઇનોવેશન લેડ” સંસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. અહીંયા રેલવે, એવિએશન, મેરિટાઈમ, રોડ-હાઈવે, મેટ્રો રેલ, સપ્લાય ચેઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક કારકિર્દી માટે તૈયાર કરવામાં આવે છે.
GSV લાલબાગ ખાતે વર્તમાન કેમ્પસ ઉપરાંત વાઘોડિયા ખાતે એક અન્ય કેમ્પસ સ્થાપવાની પ્રક્રિયામાં છે. હાલમાં, સમગ્ર ભારતમાં 23 થી વધુ રાજ્યોના 1,000 થી વધુ વિદ્યાર્થીઓ http://B.Tech, http://M.Tech, MBA અને Ph.D. સહિતના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે. AI અને ડેટા સાયન્સથી લઈને એવિએશન એન્જિનિયરીંગ તથા મેરિટાઇમ એન્જિનિયરીંગ સુધીના અભ્યાસક્રમો નવી પેઢીને ટેક્નોલોજી આધારિત અર્થતંત્ર માટે સજ્જ બનાવી રહ્યા છે. GSV દર વર્ષે ભારતીય રેલવે, સંરક્ષણ દળો અને મિત્ર દેશોના 1100થી વધુ અધિકારીઓને વિશેષ એક્ઝિક્યુટિવ તાલીમ પણ આપે છે.
GSV એરબસ, L&T, DGCA, સિમેન્સ, એમેઝોન, DRDO, SAP, CII, નોકિયા, DFCCIL, CONCOR, ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ અને મોનાશ યુનિવર્સિટી સહિત અનેક વૈશ્વિક સંસ્થાઓ સાથે સહયોગ ધરાવે છે. એરબસ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ અને AI આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર સંશોધન થઈ રહ્યું છે. એસોસિએટ પ્રોફેસર ડૉ. વેંકટ ચિંતલાને સસ્ટેનેબિલિટી ક્ષેત્રે નવી ટેકનોલોજી માટે રાષ્ટ્રપતિ દ્વારા માન્યતા મળી છે. ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટ (ઓસ્ટ્રેલિયા) સાથેના MoUએ સંશોધન ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે
GSVના કારકિર્દી વિકાસ કેન્દ્ર દ્વારા 60 થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લીધો છે, જેમાં સિમેન્સ, અલ્સ્ટોમ, TCS, L&T, હિતાચી, મેર્સ્ક, NYK GROUP, JSW, RITES, હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં GSVએ 89% (2026) અને 91% (2025)ના દરે ઉત્તમ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ત્રણ દીક્ષાંત સમારોહ યોજ્યા છે.
આમ, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય "ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ" પર ધ્યાન કેન્દ્રિત કરીને "વિકસિત ભારત @2047" ના વિઝનમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યું છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
