<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સુરતના પાલ વિસ્તારમાં મોર્નિંગ વોક કરતા દંપતીને નિશાન બનાવી સોનાની ચેનની ચીલઝડપ કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો

ક્રાઇમ બ્રાન્ચે . સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં ભેસ્તાન આવાસ પાસેથી સાહિલ શેખ નામના શખ્સની ધરપકડ કરી

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે વોકિંગ પર નીકળતા નાગરિકોને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં પાલ વિસ્તારમાં એક દંપતી સવારના સમયે વોકિંગ કરી રહ્યું હતું, ત્યારે બાઇક સવાર બદમાશો તેમની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાન આવાસ પાસે આ ગુનામાં સંડોવાયેલ શખ્સ હાજર છે. જેના આધારે વોચ ગોઠવીને સાહિલ શેખની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેની પાસે રહેલા ત્રણ મોબાઈલ ફોન અને મોપેડ પણ ચોરીના છે. પોલીસે તેની પાસેથી 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(12:25 AM IST)