<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

અંકલેશ્વરના પાનોલીના ટેકરા ફળિયામાં ગૌવંશની કતલનો પર્દાફાશ: પાંચ આરોપીની ધરપકડ :પોલીસે 510 કિલો ગૌમાંસ કબજે કર્યું

સ્થળ પરથી એક બળદ અને એક ગાયને પણ બચાવી લેવાયા :પોલીસે કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો, છરા, છરીઓ અને ઇલેક્ટ્રિક વજનકાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચના અંકલેશ્વરના પાનોલીના ટેકરા ફળિયામાં ગૌવંશની કતલનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી 510 કિલો ગૌમાંસ કબજે કર્યું હતું. સ્થળ પરથી એક બળદ અને એક ગાયને પણ બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસે કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો, છરા, છરીઓ અને ઇલેક્ટ્રિક વજનકાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ગૌવંશની કતલ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(11:00 PM IST)