<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ભરૂચના જંબુસર તાલુકામાં ગેરકાયદે ખનન અને વહન કરતા રેતી માફિયાઓ સામે તવાઈ : રૂ.90 લાખનો મુદ્દામાલ જપ્ત

સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા તત્વો સામે તંત્રની આ કડક તવાઈથી રેતી માફિયાઓમાં ભારે ફફડાટ

ભરૂચના જંબુસર તાલુકામાં ગેરકાયદે ખનન અને વહન કરતા રેતી માફિયાઓ સામે મામલતદાર એન. એસ. વસાવાએ લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. રોયલ્ટી પાસ વિના જ રેતી ભરીને જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કરવા નીકળેલી બે ટ્રકોને તંત્ર દ્વારા ઝડપી પાડી રૂ. 90 લાખની કિંમતનો અંદાજિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા તત્વો સામે તંત્રની આ કડક તવાઈથી રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે પકડાયેલા બંને વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાવી અને જંબુસર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે.

(7:51 PM IST)