તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ઈન્સ્ટાગ્રામ આઇડી પર અલ્લાહ સર્વોત્તમ યોજના ઘડનાર છે જેવી કોમેન્ટ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ
પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અને સગા-સંબંધી અને સમાજમાં બદનામ કરવાના ઇરાદે અભદ્ર ભાષામાં કોમેન્ટો કરી ગુન્હો કરતા સાયબર પોસ્ટે માં ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ઈન્સ્ટાગ્રામ આઇડી પર અલ્લાહ સર્વોત્તમ યોજના ઘડનાર છે જેવી કોમેન્ટ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોહમદઅકમલ અલ્તાફહુસૈન મન્સુરી( ઉ.વ.૨૦) ધંધો.અભ્યાસ (રહે.રાજપીપલા,કસ્બાવાડ) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓએ પોતાની ઇન્સ્ટ્રાગ્રામ આઇ.ડી.akmal mansuri 1 ઉપર એરેબીક ભાષામાં જેનું ગુજરાતીમાં અનુવાદ "અને અલ્લાહ સર્વોત્તમ યોજના ઘડનાર છે" જેવું થાય છે તે નામથી સામાજીક એકતા માટેની અપીલ કરતો વિડીયો પોસ્ટ કરેલ હતો. જે વિડીયો ઉપર દારેનખાન શાહનવાઝખાન પઠાણ( ઉ.વ-૨૩ )ધંધો-ગેરેજ (રહે.નવાફળીયા રાજપીપલા) નાઓ એ ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.batman 2679 ના ધારક/વપરાશકર્તા નાઓએ ફરી.તથા સમાજના આગેવાન સલીમભાઇ ઇસ્માઇલભાઇ સોલંકી નાઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અને સગા-સંબંધી અને સમાજમાં બદનામ કરવાના ઇરાદે અભદ્ર ભાષામાં કોમેન્ટો કરી ગુન્હો કરતા સાયબર પોસ્ટે માં ગુનો દાખલ કર્યો છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
