તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
અમદાવાદના ભાટમાં ડ્રગ્સના સોદાને પકડવા ગયેલી ક્રાઇમ બેચની ટીમ પર હુમલો : કાળુ ડફેર સહિત 3ની ધરપકડ
મુખ્ય આરોપી કાળુ ડફેરે PSI રાજેશ શર્મા પર છરાથી હુમલો કર્યો હતો : કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરનાર કાળુ ડફેર, નીરવ અને નિકુલ ઝડપાયા: કોર્ટે ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ :શહેરના ભાટ વિસ્તારમાં એમડી ડ્રગ્સના વ્યવસાયને ડામવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપી કાળુ ડફેર સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ ડ્રગ્સના સોદા દરમિયાન પોલીસને જોતા જ હિંસક પ્રતિક્રિયા આપી હતી
ઘટનાની વિગતો મુજબ, ભાટ ગામ પાસે ડ્રગ્સની હેરફેર થવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે જ્યારે આરોપીઓને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નશાના વેપારીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. મુખ્ય આરોપી કાળુ ડફેરએ પીએસઆઈ રાજેશ શર્મા પર તીક્ષ્ણ છરા વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત, અન્ય એક આરોપીએ નાસી છૂટવા માટે પોલીસ કોન્સ્ટેબલ કેતનભાઈ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસે આ કેસમાં કાળુ ડફેર, નીરવ ચૌધરી અને નિકુલ ઠાકોરને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓની કાર, બુલેટ અને 4 મોબાઈલ ફોન સહિત કુલ 8.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ (Seized Material) જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તમામના 4 દિવસના પોલીસ રિમાન્ડ (Police Remand) મંજૂર કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આ હુમલામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
