News of Tuesday, 26th May 2026
૨૫ ગુન્હાના વોન્ટેડ ધમા બારડને ક્રાઈમ બ્રાન્ચે પગમાં ગોળી મારી કાબૂમાં લીધો
અમદાવાદમાં સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ટીમનો અસામાજિક તત્વો વિરુદ્ધનો જંગ જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજિયાણ ટીમ દ્વારા ટોપ ગિયરમાં પોલીસની ઘેરાબંધી તોડી ઝપાઝપી કરી, પોલીસ ઇન્સ્પેકટર મેહુલ ચોૈહાણને ઇજા પહોંચી, પોલીસનું હથિયાર છીનવે તે પહેલા સ્વબચાવમાં પીઆઇ દ્વારા ફાયરિંગ કરાયું

રાજકોટ તા.૨૬: અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા પ્રજાને પીડતા અને જેમની સામે સંખ્યાબંધ ગુન્હા નોંધાયેલા છે તેવા આરોપીઓ સામે તેવો સમજે તેવી ભાષામાં કાર્યવાહી કરવા શરૂ કરેલ અભિયાન અંતર્ગત આ અભિયાન જેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે તેવા જોઇન્ટ સીપી ક્રાઈમ અનેઅને જેમના નેતૃત્વ હેઠળની ટીમ આખું ઓપરેશન ચલાવી રહી છે તેવા શહેર ક્રાઈમ દ્વારા એક કૂખ્યાત આરોપીને પકડવા જતા સમયે પોલીસ ઇન્સ્પેકટર અને સ્ટાફ પર હુમલો કરતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે.
જેમના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા આ કાર્યવાહી થયેલ છે, તેવા ડીસીપી અજિત રાજિયાણ દ્વારા ૨૫ જેટલા ગંભીર ગુન્હાના આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા ભરવાડ રાજસ્થાનથી અમદાવાદ તરફ આવી રહ્યાની બાતમી મળી હતી. આ સચોટ બાતમી આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા સોલા ઓકિસજન પાર્ક પાસે વોચ ગોઠવી હતી. આરોપી નજીક આવતા ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વાર તેને ચો તરફથી ઘેરી લેવામાં આવેલ. પોલીસને શરણે આવવાના બદલે આરોપીએ પોલીસ ઘેરાબંધી તોડી અને પોલીસ પર અચાનક હુમલો કરી નાશી છૂટવા પ્રયાસ કરેલ, આરોપીને રોકવા જતા પોલીસ ઇન્સ્પેકટર મેહુલ ચોહાણને ઇજા પણ પહોંચી હતી.
આરોપી પોલીસની રિવોલ્વર છીનવી લ્યે તેવી ભીતિ અને અસ્તોપીનો સ્વભાવ વિગેરેથી પોલીસ પરિચિત હતી, આથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચોૈહાણ દ્વારા તેના પગમાં ગોળી મારી હતી. આથી જમીન પર પટકાયેલ, પોલીસ દ્વારા તુર્ત આરોપીને કાબૂમાં લઈ તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે તાકીદે સારવાર માટે ખસેડેલછે
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
