<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

અમદાવાદમાં ગેરકાયદે રહેતા લોકો સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: 61 વિદેશી નાગરિકોની અટકાયત

સુરક્ષા અભિયાન અંતર્ગત શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સહિત અન્ય વિદેશી નાગરિકોની ઓળખ અને ચકાસણી શરૂ

અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અભિયાન અંતર્ગત શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સહિત અન્ય વિદેશી નાગરિકોની ઓળખ અને ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કુલ 61 વિદેશી નાગરિકોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તેમની નાગરિકતા અને દસ્તાવેજોની ચકાસણી બાદ દેશનિકાલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે આ અભિયાન હાથ ધર્યું છે.

(7:18 PM IST)