તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ભીડ કંટ્રોલ પ્લાનઃ માત્ર મહાનુભાવો જ નહિ, સામાન્ય લોકો માટે પણ વ્યવસ્થિત દર્શન થાય તેવી ચિંતા કરી છે
દેશમાં બીજાં ક્રમે જેનો સહુથી મોટો બંદોબસ્ત છે, તેવી ઐતિહાસિક રથયાત્રાનુ સુકાન ભલે અચાનક અનુપસિંહ ગેહલોતને સોપાયુ પણ તેમણે અને તેમની ટીમે આજ દિવસ સુઘી ન થયેલ હોય તેવું અદભુત આયોજન ગોઠવ્યું છે : જગન્નાથજી મંદિર બહાર મોડી રાતથી કે વહેલી સવારથી દર્શન માટે લાઈનો લગાડતાં ભાવિકો માટે મંગળા આરતી સહીત તમામ દર્શન બહાર થાય તે માટે ત્રણ સ્ક્રીન ડીસીપી રૂપલ સોલંકી ટીમ દ્વારા લગવાયા છે : મંદીરમા દર્શન પ્રવેશ માટે બે્રિકેટથી મહિલા અને પુરૂષોની ૪ અલગ, અલગ લાઈન, લાઈન શરૂ થાય ત્યાંથી એન્ટ્રી સુધી ૫ સ્ટોપર, મંદિરથી ભગવાંનના મામાંનાં ઘર સુધી અનુભવી IPS નીરજ બડ ગુજ્જર દ્વારા સીપી સાથે મળી કાબીલે દાદ આયોજન : ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ, તિરંગા યાત્રા નીકળી

રાજકોટઃ તા.૧૦ : અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા કે જે કુંભ મેળા પછી દેશના પોલીસ બંદોબસ્તમાં બીજા ક્રમે છે, તેમનું સુકાન જેમને અચાનક પોલીસ કમિશનર તરીકે નિમણુક આપી સુપરત થયેલ છે, તેવા અનુપસિંહ ગેહલોતની સ્થિતિ રાત થોડી અને વેષ દરજાજા જેવી છે, પરંતુ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફને સાથે રહી ચાલવું, કપરી સ્થિતિમાં મોખરે રહેવું, મોટા મહાનુભાવ હોય કે સામાન્ય માણસ સજ્જન હોય તો. અહમ રાખ્યા વગર વિશ્વાસ કેળવવો, મિડીયા સાથે વિશ્વાસ કેળવી સંબંધ રાખવાનાં ગુણ ખૂબ ઉપયોગી પુરવાર થયા હોય તેમ રથ યાત્રા ધાર્મિક સાથે દેશ ભક્તિના રંગો ઉમેરીને યુવા વર્ગ આપણી પ્રાચીન સંસ્કળતિ અને સંસ્કારો સાથે ધર્મનું જ્ઞાન કેળવે તેવું અદભુત આયોજ્ન કરતા,ગાંધીનગર સુઘી નોંધ લેવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર એક અભૂતપૂર્વ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના સંદેશ સાથે નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ જવાનો અને મહિલા પોલીસ કર્મચારીઓ ખભે-ખભા મિલાવીને જોડાયા હતા.
મહિલા પોલીસ સિકયોરિટી ફોર્સ અને એન્ટી-રાયોટ ગિયરથી સજ્જ જવાનો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને શિસ્તબદ્ધ રીતે કૂચ કરતા જોવા મળ્યા હતા. જેને જોઈને રસ્તા પર ઉપસ્થિત શહેરીજનોમાં પણ દેશભક્તિનો રોમાંચ વ્યાપી ગયો હતો.આ તિરંગા યાત્રાની શરૂઆત ઐતિહાસિક ભદ્રકાલી ચોકથી કરવામાં આવી હતી.
ભગવાન જગન્નાથજીની રથ યાત્રાનાં દર્શન સાથે અમદાવાદમાં વહેલી સવારે થતી મંગળા આરતી, સહીત આરતી પૂજન વિધિ પ્રસંગે લાખો ભાવિકો મંદિર નજીક ઉમટી પડે છે, પોલીસ માટે ભાવિકોની લાગણીઓને ઠેસ ન પોહચે, ભીડ નિયંત્રણ થાય તેવું અદભુત આયોજન પોલિસ કમિશનરના માર્ગદર્શનમા સિનિયર, અનુભવી ips જોઇન્ટ પોલિસ કમિશનર નીરજ બડ ગુજ્જરના નેતળત્વમાં ડીસીપી રૂપલ સોલંકી ટીમ દ્વારા ગોઠવાયું છે.
કુભંમેળા સહીતનાં મોટા ધાર્મિક આયોજન પ્રસંગે ભૂતકાળમાં ભીડ નિયંત્રિત અર્થાત ક્રાઉડ મેનેજમેન્ટમાં ચૂક થતા, થયેલ જાનહાંની ધ્યાને રાખી અદભુત આયોજન થયેલ છે.
રથયાત્રાના દિવસે સવારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓની ભીડને સ્ટ્રીમલાઇન કરવા માટે બેરિકેડથી લાઇન કરાશે. જેમાં મહિલાઓ અને પુરૂષો માટે ૪ અલગ અલગ લાઇન હશે. પહેલાં આ લાઇન સીધી હશે પણ ભાવિકોની દર્શન માટેની લાઈન શરૂ થાય ત્યાંથી એન્ટ્રીમાં આવતા સુધી પાંચ સ્ટોપર મુકવામાં આવશે., બે વર્ષ પહેલા જોઇન્ટ સીપી નીરજ બડગુજજર દ્વારા આ પ્રયોગ થયેલ.
મોટી ભીડ વચ્ચે મહાનુભાવો માટે માનવ સાંકળ રચવા, ભગવાનનાં મામાંનાં ઘર સરસપુર ખાતે વ્યવસ્થિત ટ્રાફિક પોઇન્ટ સીપી અનુપસિંહ ગેહલોતનાં માર્ગદર્શન નીચે સેક્ટર ( ૧ ) વડા નીરજ બડ ગુજજર દ્વારા આયોજન થયું છે.
મંદિર બહાર મોડી રાતથી, કે પરોઢ થી ભગવાન જાગગન્નાથજીનાં દર્શન માટે લાઈનમાં ઉભેલા ભાવિકો માટે તમામ દર્શન LED સ્ક્રીન દ્વારા થાય તેવી નવતર વ્યવસ્થા ડીસીપી ઝોન ૩ રૂપલ સોલંકી દ્વારા રથ યાત્રાનાં ઇતિહાસમાં સહુ પ્રથમ વખત થયેલ છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
