<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ખેડામાં હેવાનિયતની હદ વટાવી: એક માસૂમ સગીરા, 3 વર્ષનો નરક જેવો ત્રાસ અને 9 નરાધમોના પાપનો પર્દાફાશ, લવ જેહાદના કરતૂતથી ગુજરાત ધ્રૂજી ઉઠ્યું!

પ્રેમજાળમાં ફસાવી, અશ્લીલ વીડિયો બનાવી 9 વિધર્મીઓએ આચર્યું સામૂહિક દુષ્કર્મ: પોલીસે નરાધમોનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

ખેડા: ખેડા જિલ્લામાં માનવતાને લજવતી અને કાળજું કંપાવતી એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. એક સગીરાને પ્રેમની માયાજાળમાં ફસાવી, બ્લેકમેલ કરી છેલ્લા 3 વર્ષથી નવ-નવ નરાધમો તેની હવસ સંતોષતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ભયાનક મોડસ ઓપરેન્ડી અને 'લવ જેહાદ'ના કિસ્સાએ પોલીસ પ્રશાસનને પણ દોડતું કરી દીધું છે.
3 વર્ષ સુધી સગીરાની જિંદગી નરક બનાવી
આ પાપલીલાનો મુખ્ય સૂત્રધાર પરવેઝ પઠાણ ઉર્ફે મુનાવરખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે. તેણે સગીરાને પોતાની જાળમાં ફસાવી તેના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વર્ષ 2023થી 2025 સુધી તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી. માત્ર પરવેઝ જ નહીં, પરંતુ તેના અન્ય 8 સાથીદારોએ પણ સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે કાઢ્યું નરાધમોનું ‘સરઘસ’
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ખેડા એસ.પી.ની સૂચનાથી LCB અને SOGની ટીમો મેદાને ઉતરી હતી. પોલીસે ઓપરેશન હાથ ધરીને 9માંથી 8 આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફીક પઠાણ, અયાન પઠાણ, મોઇન પઠાણ, મારૂફ પઠાણ અને સલમાન પઠાણનો સમાવેશ થાય છે. આજે પોલીસે આ તમામ નરાધમોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેરમાં ફેરવી, ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસનું આ આક્રમક વલણ જોઈ નરાધમોના હોશ ઉડી ગયા હતા.
ફરાર સાહિલ પઠાણની શોધખોળ તેજ
આ જઘન્ય અપરાધમાં સામેલ 9 પૈકી 8 નરાધમો અત્યારે જેલના સળિયા પાછળ છે, જ્યારે સાહિલ પઠાણ નામનો એક આરોપી હજુ પણ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખેડા ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવતા તત્વો સામે લાલબત્તી ધરી છે. સમગ્ર ખેડા પંથકમાં આ નરાધમો સામે કડક ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે.

(6:45 PM IST)