<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

CIDના નામે લાખોનો સાયબર ફ્રોડઃ વડોદરા ગ્રામ્‍ય પોલીસે મુંબઈમાં વિશેષ ઓપરેશનમાં ચાલક અપરાધીને આવી રીતે ઝડપ્‍યો

ડરના કારણે ફરિયાદીના પત્‍નીએ ચૂપચાપ રકમ ચૂકવતા, સાતીર અપરાધીએ પાર્સલમા ડોલર હોવાનું કહી ધરપકડનો ડર બતાવ્‍યો, આખરે જિલ્લા પોલીસ વડાએ મામલો હાથમાં લીધો : ઓપરેશન પરાક્રમઃ રેન્‍જ વડા સંદીપસિંહના માર્ગદર્શન, નાયબ પોલીસ અધિક્ષક એ.એમ.પટેલની દોરવણીમાં શિનોર પીઆઈ આર.આર.વસાવા, હેડ કોન્‍સ્‍ટેબલ પરાગભાઇ અને ગોવિંદભાઈની જહેમત રંગ લાવીઃ CIDના નામે ડિજિટલ એરેસ્‍ટથી ૧.૪૫ લાખ પડાવનાર સાયબર ફ્રોડ મુંબઈ એરપોર્ટથી ઝડપાયોઃ ટીમ વડા સુશીલ અગ્રવાલ વાયરલ કિસ્‍સાની ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ, તા.૧૭: વડોદરા રેન્‍જના અનુભવી રેન્‍જ વડા સંદીપસિંહના માર્ગદર્શન અને અનેક અટપટા ગુનાઓનો પર્દાફાશ કરનાર વડોદરા એસપી સુશીલ અગ્રવાલના નેતળત્‍વ હેઠળની ટીમે મોટી સફળતા મેળવી છે.

આ સમગ્ર ઓપરેશનનું નેતળત્‍વ કરનાર એસપી સુશીલ અગ્રવાલ દ્વારા આખી ઘટના અંગે લોકો જે જાણવા માગે છે તેવા વાયરલ અને યુનિક કિસ્‍સાની ભીતરી કથા અકિલા સમક્ષ વર્ણવી હતી.

તમારું પાર્સલ એરપોર્ટ પર આવ્‍યું છે તેમ જણાવી CIDના નામે ડિજિટલ એરેસ્‍ટ પ્રકારથી સાયબર ફ્રોડ કરનાર ચાલાક અપરાધીને શિનોર પોલીસની ટીમ દ્વારા ટેકિનકલ સર્વેલન્‍સના આધારે મુંબઈ એરપોર્ટ પરથી વિશેષ ઓપરેશનમાં દબોચી લેવાયો છે.

આરોપી મોહમદનૌસાદ મોહમદજમરૂલ શેખ હાલ રહે.કાલાપાણી ભાયખલ્લા, મુંબઈ મૂળ બિહારનો છે. તેણે ફરિયાદીની પત્‍નીને ફોન કરી તમારું કુરિયર અમદાવાદ એરપોર્ટ પર છે, પાર્સલ છોડાવવા રૂપિયા આપવા પડશે કહી પ્રથમ રકમ ટ્રાન્‍સફર કરાવી હતી. બાદમાં CIDવાળાએ પાર્સલ પકડ્‍યું છે, ડોલર છે, છોડાવવા પૈસા ભરો નહીંતર તમને પકડી જશેૅ કહી ડિજિટલ એરેસ્‍ટની બીક બતાવી અલગ અલગ બહાને ઓનલાઈન અને બેંક એકાઉન્‍ટમાં કુલ રૂ.૧,૪૫,૦૦૦ ટ્રાન્‍સફર કરાવી છેતરપિંડી આચરી હતી.

ગુનાની ગંભીરતા ધ્‍યાને લઈ શિનોર પીઆઈ આર.આર.વસાવાએ ટેકિનકલ પુરાવાના આધારે મોબાઈલ નંબરની માહિતી મેળવી તાત્‍કાલિક ટીમ મુંબઈ રવાના કરી હતી. ટીમે મુંબઈ એરપોર્ટ ખાતેથી આરોપીને ઝડપી પાડી શિનોર લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

 

(2:39 PM IST)