<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

૧૭૪ કરોડના ફ્રોડના આરોપીઓ પકડવા રાજકોટ, સુરત અને ભાવનગર સુધી સાયબર ઓફ એક્‍સલેન્‍સી ટીમોએ સાયબર સર્જીકલ સ્‍ટ્રાઇક યોજેલી

લેપટોપમાંથી ૧૨૫ પેઢીની નોંધ મળી, ૬૫ અલગ આઈડી અને ભારતભરના ફ્રોડની ૧૮૧ અરજીઓ ૮૬૮ બનાવટી ઇનવોઇસ મળ્‍યાનો અકિલા સમક્ષ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર. આર. સોલંકીનો આંતરરાષ્‍ટ્રીય ફ્રોડ મામલે વિસ્‍ફોટક પર્દાફાશ મુખ્‍ય પોલીસ વડા અને CID વડા ડો કે. એલ એન.રાવની રણનીતિ મુજબ ig બિપીન આહિરના માર્ગદર્શનમાં એસપી રાજદીપસિંહ ઝાલાના નેતળત્‍વ હેઠળ દેશ વ્‍યાપી નેટવર્કનાં તાર ખોલ્‍યા.. નાયબ મુખ્‍ય મંત્રીના કાર્યાલય સુધી નોંધઃ અભિનંદન વરસ્‍યા ભાવનગર પંથકના મુકેશ મેર અને ફરદીનખાન પઠાણની સઘન પૂછપરછઃ અધિકારીઓ, પોલીસ સ્‍ટાફના સંકલનથી મોટી સિદ્ધિ મળી

રાજકોટ, તા.૨૪: ગુજરાત, સૌરાષ્‍ટ્ર સહિત  દેશના વિવિધ રાજ્‍યોમાં સાયબર ફ્રોડની ગેંગના આરોપીઓ દ્વારા વિવિધ લોકો, પેઢીઓના બેંક એકાઉન્‍ટ્‍સ ભાડે કમિશનથી મેળવી કરોડો રૂપિયાના ફ્રોડનાં જેમના પર આરોપો છે તેવી ગેંગના સભ્‍યોને ખાસ બનાવાયેલા સાયબર સેન્‍ટર ઓફ એક્‍સલેન્‍સી વિભાગ દ્વારા ટેકિનકલ સર્વેલેન્‍સ, ચોક્કસ બાતમી આધારે ૧૭૪ કરોડથી વધુ રકમના આંતરરાષ્‍ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનું પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર. આર સોલંકીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે. અત્રે એ યાદ રહે કે રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સાયબર ફ્રોડના વધતા જતા અપરાધ સામે અધિજનબદ્ધ રીતે મુકાબલો કરવા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા અને સીઆઇડી વડા ડો કે એલ સેન. રાવ સાથે ચર્ચા કરી, ig બિપીન આહિરેના માર્ગદર્શન હેઠળ મહત્‍વની જવાબદારી એસપી રાજદીપસિંહ ઝાલા જેવા અનુભવી ips ને સુકાન સોંપેલ છે. આ ટીમ વધુ સક્ષમ બનાવવા માટે એસપી સંજય કુમાર કેશવાલ અને એસપી વિવેક ભેડા વિગેરેને પણ મહત્‍વની જવાબદારી આંપો છે.

આરોપીઓ દ્વારા ગુના કામે ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્‍ટની વિગતો NCCRP પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં ૧૮૧ સાયબર ફ્રોડની અરજીઓ નોંધાયેલ છે અને અલગ-અલગ રાજ્‍યોમાં કુલ-૮૧ એફ.આઇ.આર. નોંધાયેલ હોવાનુ જણાઇ આવેલ છે જેમાં અંદાજે રૂ.૧૭૪ કરોડથી વધુની સાયબર ઠગાઇ થયેલ હોવાનુ જણાઇ આવેલ છે. મોબાઇલ ફોન નંગ-૦૪, લેપટોપ નંગ-૦૧, આરોપીના લેપટોપ/ફોનમાંથી ૧૨૫ પેઢીઓની વિગતો મળી આવેલ છે. ૬૫ અલગ-અલગ વ્‍યક્‍તીઓના આઇ.ડી. મળેલ છે. ૮૬૮ બનાવટી ઇનવોઈસ મળેલ છે. તેમ વિશેષમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર આર સોલંકી જણાવે છે

સદરહુ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ ડી.પો.ઈન્‍સ. આર.આર.સોલંકી, ડી.પો.ઇન્‍સ., પી.એમ.જુડાલ, ડી.પો.ઇન્‍સ આર.બી.વિહોલ, ડી.પો.ઇન્‍સ. બી.પી.મેગલાતર વા.પો.ઈન્‍સ.વી.એમ, જોટાણીયા, વા.પો.ઇન્‍સ.કે.એસ.પરમાર, પો.સબ.ઇન્‍સ. એચ.કે.પરમાર, પો.સબ.ઇન્‍સ એમ.બી. ગોસ્‍વામીત્‍ન વા.પો.સબ.ઇન્‍સ એન.આર. પ્રજાપતી, પો.કો. વિજય ખાચર, પો.કો. રાહુલ ખટોદરા, પો.કો. બ્રિજરાજસિંહ ઝાલા, પો.કો. મનહર ખાણીયા, પો.કો. વિજય પાટીલ, પો.કો. વિજયસિંહ ચાવડા, પો.કો. સતિષ વ્‍યાસ, પો.કો. મૌલિક પટેલ, ટેકિનકલ એક્ષપર્ટ છત્રપાલસિંહ ચુડાસમા, રાકેશ સોલંકી, પુજા સિતાપરા.

(11:13 AM IST)