તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સાયબર વિનાયક ગણપતિઃ ભક્તિ, દર્શન સાથે સાવચેતી દર્શનઃ લોકોનો પ્રચંડ પ્રતિસાદ
વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન આડે કોઈને વિઘ્ન ન આવે તેવુ નરેન્દ્રભાઈના જન્મદિવસને પણ સાંકળી સીપી, જોઇન્ટ સીપીના માર્ગદર્શનમાં ડીસીપી લવલીના સિન્હાના નેતૃત્વમાં અમદાવાદ સાયબર ક્રાઇમનું અનોખુ આયોજન રંગ લાવ્યું : વિઘ્નહર્તા ગણપતિજીનું સ્થાપન અમદાવાદ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંધ્યાબેન ગેહલોત દ્વારા તમામ વિધિ વિધાન અને શાસ્ત્રોકત શ્લોકો સાથે થયું

રાજકોટ તા.૧૮: એક સમયે જે ઉત્સવ મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ઉજવાતો તેવા વિઘ્નહર્તા ગણપતિ મહોત્સવનો માહોલ જાહેર આયોજન સાથે એપાર્ટમેન્ટ, સોસાયટીઓ, શેરીઓ, લતાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ભક્તિભાવ પૂર્વક ભક્તિના રંગોએ ભાવિકો ઉમંગભેર રંગાઇ રહ્યા છે, ત્યારે લોકો આ મહોત્સવ ખૂબ આશા ઉમંગ સાથે માણી શકે તેવા પોલીસ તંત્ર માત્ર પોતાના પરિવારની ચિંતા વગર માત્ર રોડ પર ફરજ બજાવી સંતોષ માનવાને બદલે સળગતી સમસ્યાઓ સામે લોકોને જાગળત કરવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.
હાલમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ ગણપતિ દાદાના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, તે વાત કેન્દ્રમાં રાખી લોકો ભક્તિ સાથે સાવચેતીના રંગે રંગાય અને તેમાં વિઘ્નહર્તા મદદરૂપ થાય તેવા કોન્સેપ્ટ સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં સાયબર વિનાયક વિઘ્નહર્તા ગણપતિજીની મૂર્તિનું રંગેચંગે સ્થાપન ડીસીપી લવલીના સિન્હાના નેતળત્વમાં કરવામાં આવેલ છે, જેને ખૂબ પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.
આ પાવન અવસરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, શ્રીમતિ સંધ્યાબેન અનુપમસિંહ ગેહલોત દ્વારા અન્ય આધિકારીઓ, સ્ટાફની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ દ્વારા પોલિસ આધિકારીઓ, સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે સ્થાપના થયેલ આ ગણપતિજી બેસાડવાનો હેતુ ખૂબ ઉમદા અને સરાહનીય છે, જેમકે હાલના ડિજિટલ યુગમાં તમામ લોકો આ ટેકનોલોજી સાથે જોડાયા છે.
ત્યારે લોકોના જીવનમાં આવા સાયબર ફ્રોડના બનાવો દૂર રહે, કોઈ ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ કાયદો નથી તેવું પોલિસ પોકારી, પોકારી કહે છે, તેમાં આ માધ્યમથી જાગળતિ આવે, લોકોના વિઘ્નો દૂર થાય તેવા આશીર્વાદ સાથે કળપા મેળવવાનો આ નમ્ર પ્રયાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
