<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

આણંદના પેટલાદમાં સાયબર ક્રાઈમે પોંજી સ્કીમનો પર્દાફાશ કર્યો :આરોપી પ્રતીક વિનોદ ઠાકોરની ધરપકડ

શુભમ કોમ્પ્લેક્ષમાં ‘ઈકો સિનર્જી લિમિટેડ’ નામે ઓફિસ શરૂ કરી અને ઓનલાઈન લિંક મારફતે રોકાણ કરાવી દરરોજ 5 ટકા રિટર્ન આપવાની લાલચ આપી પેટલાદ અને આસપાસના 350થી વધુ લોકો સાથે ઠગાઈ

આણંદના પેટલાદમાં સાયબર ક્રાઈમે પોંજી સ્કીમનો પર્દાફાશ કરી આરોપી પ્રતીક વિનોદ ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીએ પેટલાદના શુભમ કોમ્પ્લેક્ષમાં ‘ઈકો સિનર્જી લિમિટેડ’ નામે ઓફિસ શરૂ કરી હતી અને ઓનલાઈન લિંક મારફતે રોકાણ કરાવી દરરોજ 5 ટકા રિટર્ન આપવાની લાલચ આપી હતી. પેટલાદ અને આસપાસના 350થી વધુ લોકો પાસેથી રૂ.30 લાખથી વધુની રકમ રોકાણ તરીકે લેવામાં આવી હતી. 

 જોકે, રકમ મોટી થતાં આરોપીએ રોકાણકારોના વૉલેટ બ્લોક કરી પૈસા ઉપાડવા દીધા ન હતા. સોશિયલ મીડિયા પર રીલ જોઈ આરોપી કથિત રીતે આ કૌભાંડમાં જોડાયો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલામાં પોંજી સ્કીમની મુખ્ય સૂત્રધાર એકાલીર્ટ નામની મહિલા હોવાની તપાસ ચાલી રહી છે. આણંદ સાયબર ક્રાઈમે મહિલા સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

(9:25 PM IST)