તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
અમદાવાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ગરબા પાર્ટનરની પોસ્ટને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ
પોસ્ટમાં આપેલી લિંક મારફતે છેતરપિંડી કરવામાં આવતી હોવાની દિશામાં પણ તપાસ: સાયબર ક્રાઈમે લોકોને આવા કોઈ મેસેજ કે લિંક મળે તો સાવચેત રહેવા અપીલ કરી

અમદાવાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ગરબા પાર્ટનરની પોસ્ટને લઈને સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. વાયરલ પોસ્ટના મામલે સાયબર ક્રાઈમ બ્રાંચના DCP લવિના સિન્હાએ નિવેદન આપ્યું છે. પોસ્ટમાં આપેલી લિંક મારફતે છેતરપિંડી કરવામાં આવતી હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમે લોકોને આવા કોઈ મેસેજ કે લિંક મળે તો સાવચેત રહેવા અપીલ કરી છે. જોકે, હાલ આ મામલે કોઈ ફ્રોડ અંગે સાયબર ક્રાઈમ બ્રાંચને ફરિયાદ મળી નથી. પોસ્ટની સત્યતા અને લિંકના માધ્યમથી કોઈ છેતરપિંડી થઈ રહી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
