તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું

ગાંધીનગર: ગુજરાતમાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે લોકોને ચોંકાવનારી વરસાદ અંગેની મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ૧૧ મે સુધી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરી સંભાવના દર્શાવવામાં આવી છે.
એક તરફ દિવસ દરમિયાન તાપમાનનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે, તો બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ અચાનક વધવાથી બફારો પણ અસહ્ય બન્યો છે.
અચાનક વાતાવરણમાં આવેલા આ મોટા પલટાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે સામાન્ય નાગરિકોને બેવડી ઋતુનો સીધો સામનો કરવો પડી રહ્યો છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
