તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
દાહોદમાં કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં લોકડાયરો યોજાયો અંધશ્રદ્ધા દૂર કરવાનો અનોખો પ્રયાસ
રાત્રે 12 વાગ્યે લોકડાયરા સાથે ભવ્ય આતશબાજીનું આયોજન :લોકડાયરો માણવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડી

દાહોદમાં કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે કૈલાસ ધામ સેવા સમિતિનો અનોખો પ્રયાસ કરાયો હતો વર્ષોથી સ્મશાનમાં લોકડાયરાનું આયોજન કરી અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ કરાઈ છે કાળી ચૌદસે સ્મશાનમાં ન જવાય તેવી માન્યતા દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો મોડી રાત્રે લોકડાયરો માણવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડી હતી . રાત્રે 12 વાગ્યે લોકડાયરા સાથે ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું હતું .વહેલી સવાર સુધી સ્મશાનમાં હજારો લોકોએ લોકડાયરાની મોજ માણી હતી
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
