<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

રાજપીપળામાં કોથળીમાં મળતા ડેરીના દૂધમાં બે ત્રણ દિવસ આગળની તારીખ મારી ગ્રાહકોને ઉલ્લુ બનાવાઇ છે

સ્થાનિક દૂધ ડેરી વાળા જ્યારે ગ્રાહકોને દૂધ વેંચે ત્યારે આજની 4 તારીખે થેલી પર 6 તારીખ મારેલી હોય હવે આ દૂધ તાજું છે કે વાસી એ કહેવું મુશ્કેલ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરમાં હવે દૂધના વેચાણમાં. પણ દૂધ આપનાર ડેરી વાળા ગ્રાહકોને છેતરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે કેમ કે આજે 4 તારીખે કોઈ ગ્રાહકે દૂધની થેલી ખરીદી તો આ થેલી ઉપર 6 તારીખ મારેલી હોય છે એટલે કે બે દિવસ આગળની તારીખ હોવાથી કેટલીક સ્થાનિક ડેરી વાળા કેટલાક ગ્રાહકોને ખબર નહીં હોવાથી તાજુ દૂધ હોવાનું જણાવી છેતરે છે, જોકે એક દિવસ બાદ પણ થેલીનું દૂધ પીવામાં આવે તો તેનો સ્વાદ અલગ જણાય છે, અને હાલમાં પડી રહેલી 40 થી 42 ડિગ્રી ગરમી માં આવું વાસી દૂધ પીવું આરોગ્ય માટે ખતરારૂપ કહી શકાયઃ

આમ તો દેશ માં બનાવટી દૂધ ઘણી જગ્યા થી પકડાય છે જેમાં શેમ્પૂ માંથી કે અન્ય વસ્તુઓ નાખી બનાવટી સસ્તું દૂધ બનાવી બેનંબરિયા તગડી કમાણી કરવા લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, જોકે મોટા શહેરો માં ફૂડ એન્ડ ડ્રગ ખાતું ચેકીંગ કરી દંડ વસૂલ કરી કાર્યવાહી કરે છે પરંતુ નર્મદા જિલ્લામાં આ વિભાગ ની કોઈ ઓફિસ જ નહીં હોવાથી ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારેક રાજપીપળા માં આવે છે. માટે રાજપીપળા માં આ વિભાગ ની કચેરી ખુલ્લી મૂકાય તેવી માંગ છે.
જોકે એક ડેરી ના હેલ્પલાઇન નંબર પર કોલ કરી તપાસ કરી તો ત્યાંથી એમ જાણવા મળ્યું કે 6 તારીખ એટલે યુઝ બાય ડેટ લખેલી હોય છે. એટલે તમે 6 તારીખ સુધી આ દૂધ નો ઉપયોગ કરી શકો, પરંતુ ગ્રાહકો તો તારીખ વાંચી ને તાજુ દૂધ કે વાસી દૂધ છે એમ જ સમજતા હોય માટે ડેરી વાડાઓ એ ગ્રામ્ય વિસ્તાર ના ગ્રાહકો ને સમજાય તે રીતે સ્પષ્ટ ગુજરાતી માં વિગતો લખવી જોઈએ.

(10:11 PM IST)