તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
વાપી મનપાના મેયર તરીકે દક્ષાબેન પટેલની વરણી :ડેપ્યુટી મેયરપદે મિતેશ દેસાઈને જવાબદારી સોંપાઈ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિશ પટેલની નિમણૂક કરવામાં આવી

વાપી મનપાના નવા મેયર તરીકે દક્ષા પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
નવી ટીમની જાહેરાત બાદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપી મહાનગરપાલિકાની નવી ટીમ હવે શહેરના વિકાસકાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી
ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિશ પટેલ પણ હવે મનપાની વિવિધ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
નવી ટીમના આગમન સાથે વાપી શહેરમાં વિકાસના નવા પ્રોજેક્ટ્સ અને નાગરિક સુવિધાઓમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
