તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
દિવાળી વેકેશનમાં વતન જવા જોખમી મુસાફરી: માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ
રાજસ્થાન, દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ અને હિંમતનગર તરફ જતા માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના દૃશ્યો

અમદાવાદ : દિવાળીની રજાઓમાં અમદાવાદથી વતન જવા નીકળેલા કેટલાક મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાન, દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ અને હિંમતનગર તરફ જતા માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. એક ઇકો કારમાં અંદાજે 22 મુસાફરો સવાર થઈને જતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પ્રાઇવેટ પાસિંગ ધરાવતાં વાહનોનો કથિત રીતે પેસેન્જર વર્ધી માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, સામાન્ય વાહનચાલકોને નિયમોના ભંગ બદલ દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. આવી જોખમી મુસાફરી છતાં તંત્રની નિષ્ક્રિયતા મુસાફરોની સુરક્ષા સામે ગંભીર ચિંતા ઊભી કરી રહી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
