<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

‘દંતાવલી' બ્રાન્‍ડ હવે વૈશ્વિક સ્‍તરે

 

અમદાવાદઃ આયુર્વેદિક ઓરલ કેર ક્ષેત્રમાં એક મહત્‍વપૂર્ણ ફેરફાર સામે આવ્‍યો છે, વર્ષ ૧૯૯૮ થી ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં અગ્રણી બ્રાન્‍ડ તરીકે સ્‍થાપિત ‘દંતાવલી' નું અધિગ્રહણ ઇંદોરના પ્રસિધ્‍ધ અગરવાલ ગ્રુપની શાખા ‘‘PAGE''દ્વારા કરવામાં આવ્‍યું છે ! આ અધિગ્રહણ સાથે હવે આ પ્રતિષ્‍ઠત બ્રાન્‍ડને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ઝડપી ગતિએ વિસ્‍તૃત કરવાની યોજના બનાવવામાં આવી છે!

લગભગ ત્રણ દાયકાથી ‘દંતાવલી'એ પોતાના અસરકારક આયર્ુેદિક ઉત્‍પાદનો દ્વારા ગ્રાહકોમાં મજબૂત વિશ્વાસ ઉભો કર્યો છે ! મૌખિક રોગો અને ગમ કેર સંબંધિત ઉત્‍પાદનોમાં આ બ્રાન્‍ડે ખાસ ઓળખ બનાવી છે, જેના કારણે તે પ્રાદેશિક બજારમાં અગ્રસ્‍થાને રહ્યું છે PAGEના મેનજિંગ ડિરેકટર શ્રી પ્રશાંતન અગ્રવાલએ જણાવ્‍યું કે ‘દંતાવલી' માત્ર એક બ્રાન્‍ડ નથી, પરંતુ વર્ષોથી લોકોના વિશ્વાસનું પ્રતિક છે, હવે અમારુ લક્ષ્ય તેને સમગ્ર રાષ્‍ટ્રીય બજારમાં ઝડપથી વિસ્‍તૃત કરવાનું અને આંતરરાષ્‍ટ્રીય બજારમાં પણ મજબૂત હાજરી સ્‍થાપિત કરવાનું છે. કંપની દંતાવલી બ્રાન્‍ડના વિસ્‍તરણ માટે મોટા પાયે રોકાણ કરી રહી છે, ઉત્‍પાદન ક્ષમતા વધારવી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ રસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ (R&D ) ને મજબૂત બનાવવું અને અસરકારક વિતરણ નેટવર્ક ઉભુ કરવું આ વ્‍યૂહરચનાના મુખ્‍ય ભાગો છે. કંપનીના જણાવ્‍યા મુજબ આવનાર સમયમાં ‘દંતાવલી'ના ઉત્‍પાદનો દેશભરમાં ઉપલબ્‍ધ થશે અને આંતરરાષ્‍ટ્રીય બજારમાં પણ ઝડપી ગતિએ પ્રવેશ કરવામાં આવશે. તેમ અખબારી યાદીમા઼ જણાવાયું છે.

(4:06 PM IST)