તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મોરબીના જાણીતા ORPAT ગ્રુપના પ્રવિણભાઈ પટેલનું અવસાનઃ ઉદ્યોગજગતમાં શોકની લાગણી
મોરબી ઉદ્યોગ જગતના પાયાના પથ્થર અને ભામાશા સ્વ.ઓ.આર.પટેલ (ઓધવજીભાઇ રાઘવજીભાઇ પટેલ)ના પુત્ર : સ્મશાનયાત્રા આજે મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન રેવા પેલેસ, સનાળા રોડ, મોરબીથી નીકળશે. અંતિમ સંસ્કાર તેમના ગામ ચાચાપરમાં કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૦: મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને ORPAT ગ્રુપના પ્રવિણભાઈ પટેલ (પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા)નું અવસાન થયું છે. તેઓ મોરબીના ઉદ્યોગ જગતના પાયાના પથ્થર ગણાતા અને ભામાશા તરીકે ઓળખાતા સ્વ. ઓ.આર. પટેલ (ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલ)ના પુત્ર હતા. તેમના નિધનના સમાચારથી ઉદ્યોગજગત અને સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
પરિવારજનો દ્વારા જણાવાયા મુજબ, સ્વ. પ્રવિણભાઈની સ્મશાનયાત્રા આજે તા. ૨૦-૧૦-૨૦૨૬, મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન રેવા પેલેસ, સનાળા રોડ, મોરબીથી નીકળશે.
સ્વ. ઓ.આર. પટેલ મૂળ શિક્ષક હતા. વર્ષ ૧૯૭૧માં તેઓ દીવાલ ઘડિયાળ બનાવતી કંપનીમાં ભાગીદાર બન્યા અને મોરબીમાં નાના ભાડાના સ્થળેથી ઘડિયાળ બનાવવાની શરૂઆત થઈ. વર્ષ ૧૯૭૫માં પ્રવિણભાઈ પટેલ ૧૯ વર્ષની ઉંમરે વ્યવસાયમાં જોડાયા હતા. સમય જતાં આ ઉદ્યોગ મોરબીની આગવી ઓળખ બન્યો અને ૅમોરબીની ઘડિયાળૅ દેશભરમાં જાણીતી થઈ. વર્ષ ૨૦૧૨માં ઓ.આર. પટેલનું ૮૭ વર્ષની વયે મોરબીમાં અવસાન થયું હતું.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
