તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
અમદાવાદમાં વહેલી સવારથી ‘દેધનાધન': વાતાવરણ આહલાદક બન્યું: અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ધમાકાથી શહેરીજનોને મોટી રાહત
પヘમિ અને પૂર્વના વિસ્તારોમાં ધોધમાર વરસાદ; નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા

અમદાવાદ,તા.૨૩: અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. કાળાડીબાંગ વાદળોના ગડગડાટ અને વિજળીના ચમકારા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને 'દેધનાધન' બેટિગ શરૂ કરી દીધી છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરનું વાતાવરણ એકરસ, ઠંડુગાર અને આહલાદક બની ગયું છે.
સવારના તડકાને બદલે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં પヘમિ અમદાવાદના એસ.જી. હાઈવે, બોડકદેવ, વષાપુર, ઘાટલોડિયા તેમજ પૂર્વના મણિનગર, નારોલ અને સરસપુર જેવા તમામ વિસ્તારોમાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારે નોકરી-ધંધે નીકળતા લોકો તેમજ શાળાએ જતા બાળકો વરસાદમાં પલળતા નજરે પડ્યા હતા.
વહેલી સવારથી ચાલુ થયેલા સતત વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિસ્ટમ્સ સક્રિય થવાને કારણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
