તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
દેડિયાપાડા ધારાસભ્યને તેમના વિસ્તાર માં પ્રવેશવાની પરવાનગી મળતા રાહત
ચૈતર વસાવા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક યોજી શકે છે તેમજ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે

( ભરત શાહ દ્વારા )નર્મદા: દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના મત વિસ્તારમાં પ્રવેશ કરવાની છૂટ મળતા રાહત થઈ છે
મળતી વિગતો અનુસાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ડેડિયાપાડા વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજૂરી મળતા તેમના ટેકેદારો અને શુભચિંતકો માં આનંદ જોવા મળ્યો છે
અગાઉ કાયદાકીય કારણોસર તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે નિર્ધારિત સમયગાળા માટે પોતાના મતવિસ્તારમાં આવવાની પરવાનગી મળતા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આ સમયગાળા દરમિયાન ચૈતર વસાવા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક યોજી શકે છે તેમજ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે અને આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
