News of Wednesday, 9th September 2026
ડેડીયાપાડા પો.સ્ટે.ગુનામાં છેલ્લા ૪ વર્ષથી ઠગાઈ, છેતરપીડીનાં ભાગેડું બેનને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા
બાતમી આધારે તેની તપાસ કરવા જતાં એક બેન હાજર હોય તેનું નામ ઠામ પુછતાં ઉપરોક્ત આરોપીબેન હોવાનું જણાવતી હોય તેને પકડી હસ્તગત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વિશાખા ડબરાલ પોલીસ, અધિક્ષક નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ રાજ્ય બહારનાં તેમજ આજુ-બાજુના જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આર.જી.ચૌધરી પો.ઇન્સ.એલ.સી.બી.નાઓને સુચના કરતા પેરોલ-ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ ડી.આર.રાઠોડ નાઓને ડેડીયાપાડા પો.સ્ટે.ના ઠગાઈ, છેતરપીડીના ગુનામાં સંડોવાયેલ સહ આરોપીબેનને ગુનાના કામે અટક કરવાની બાકી હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીબેન નિતાબેન મુકેશભાઇ કોટનીયાભાઈ વસાવા, રહે.ગોપાલીયા તા.ડેડીયાપાડા જી.નર્મદા ઓની તપાસમાં ઇન્ચાર્જ પો.સ.ઈ.નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તા-૦૯/૦૯/૨૦૨૬ ના રોજ પોલીસ સ્ટાફના માણસોને વહેલી સવારમાં રવાના કરેલ અને ડેડીયાપાડા પો.સ્ટે.થી વુ.પોલીસ સાથે રાખી આરોપીબેનનાં ગામે જઈ બાતમીદારથી બાતમી મળેલ કે આરોપી બેનતેનાં ઘરે હાજર છે જે બાતમી આધારે તેની તપાસ કરવા જતાં એક બેન હાજર હોય તેનું નામ ઠામ પુછતાં ઉપરોક્ત આરોપીબેન હોવાનું જણાવતી હોય તેને પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોપવાંઆવેલ છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
