News of Friday, 15th May 2026
નર્મદા જિલ્લામાં ઓટીપી, સર્વરની તકલીફમાં ફાર્મર રજીસ્ટ્રેશન કામગીરીમાં વિલંબ
ફાર્મર રજીસ્ટ્રેશન કામગીરી જે વીસીઈ ને આપેલ છે પરંતુ સર્વર અને ઓટીપી તથા ફેસ મેચ ની તકલીફ આવતા ખેડૂતો હેરાન

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં ઓનલાઈન કામગીરીમાં વારંવાર તકલીફ ઉભી થતા લોકો હેરાન થાય છે તેમજ કેટલીક બાબતોમાં વીસીઈ પણ તકલીફ માં મુકાઈ છે અને હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરીમાં આવી સ્થિતિ સામે આવી છે.
મળતી માહિતી મુજબ ફાર્મર રજીસ્ટ્રેશન કામગીરી જે વીસીઈને આપેલ છે પરંતુ સર્વર અને ઓટીપી તથા ફેસ મેચની તકલીફ આવતા ખેડૂતો હેરાન થાય છે અને આ ઈશ્યુ થાય તો કામગીરી કેવી રીતના થશે ઉપરથી ટીડીઓ, તલાટી કમ મંત્રીને ફોર્સ કરે અને તલાટી વીસીઈને ફોર્સ કરે છે પરંતુ ઓનલાઈન કામગીરીમાં અડચણ આવતા શું કરી શકાય, જાણવા મળ્યા મુજબ જે હયાત નથી તેમનું લિસ્ટ વારંવાર આપ્યું છે પરંતુ તે જ યાદી ફરીથી મોકલવામાં આવે છે. માટે તંત્રના લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે ઘટતું કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
