તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુની શુભેચ્છા મુલાકાત
ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતી મિશન અને લોકભવનના જનકલ્યાણકારી કર્યો અંગે થઈ સાર્થક ચર્ચા

અમદાવાદ :દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુનું લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં ચાલી રહેલા રાજ્યવ્યાપી પ્રાકૃતિક ખેતી મિશન અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની દિલ્હીના ઉપરાજ્યપાલએ સરાહના કરી હતી. આ ઉપરાંત બંને મહાનુભાવો વચ્ચે વિવિધ લોકકલ્યાણકારી વિષયો પર સાર્થક વિચાર-વિમર્શ થયો હતો.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
