News of Thursday, 28th May 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ પ્રબળ બની
શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને વેકેશનના દિવસોમાં વધુ ૧૦ દિવસનો વધારો કરવા અપીલ

ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ પ્રબળ બની છે. શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વેકેશનના દિવસોમાં વધુ ૧૦ દિવસનો વધારો કરવા અપીલ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, અસહ્ય ગરમીમાં માસૂમ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી રાહત આપવા અને હાલમાં વર્તાઈ રહેલી ઇંધણની અછતને કારણે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સેવાઓ પ્રભાવિત થવાની આશંકાને પગલે આ નિર્ણય લેવો જરૂરી બન્યો છે. સંચાલકોએ શાળાઓ મોડી શરૂ કરવા અંગે સરકાર દ્વારા નવો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
