તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
પ્રાથમિક શાળામાં મદદનીશ કેળવણી નીરીક્ષકની ભરતીમાં પગાર રક્ષણ આપવા માંગણી
અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત

રાજકોટ, તા. ૧૭: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રધુમનભાઈ વાજા સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેરનામા મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI) ની ૨૦૪ જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ ભરતી ફિક્સ વેતન પદ્ધતિથી કરવામાં આવતી હોવાથી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત અનુભવી સરકારી શિક્ષકો માટે આર્થિક નુકસાન સર્જાય તેવી શકયતા ઊભી થઈ છે. ઘણા શિક્ષકો ૮ વર્ષથી વધુ સેવા આપી છે અને તેઓ પાસે વિશાળ શૈક્ષણિક અનુભવ છે, છતાં ફિક્સ પગારના કારણે તેઓ આ ભરતીમાં જોડાવા પ્રોત્સાહિત થઈ શકતા નથી. કેળવણી નિરીક્ષકનું કાર્ય પ્રાથમિક શાળાઓના નિરીક્ષણ સાથે જોડાયેલું હોવાને કારણે અનુભવી શિક્ષકોની પસંદગી ખૂબ જરૂરી છે.
આથી મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવે છે કે; પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકોને મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતીમાં પગાર રક્ષણ આપવામાં આવે. શિક્ષણ વિભાગની TPEO તથા GES Class-1 & 2 ની પરીક્ષામાં પણ પ્રાથમિક-શાળાના શિક્ષકોનો અનુભવ માન્ય ગણવામાં આવે.
મહાસંઘ દ્વારા અગાઉ પણ આ મુદ્દે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પરિણામ ન મળતા શિક્ષકોમાં નારાજગી વ્યાપી રહી છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
