<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુના કેસ નિકળતા તંત્રની દોડધામ : તકેદારીના પગલા લેવાયા

રાજપીપળામાં 2 અને જિલ્લામાં 3 કેસ મળી કુલ 5 ડેન્ગ્યુ પોઝેટીવ કેસ નિકળ્યા, હજુ ખાનગી દવાખાનાના કેટલા હશે.

(ભરત શાહ દ્વારા )નર્મદા :મોટા શહેરોમાં ડેન્ગ્યુના કેસ નિકળ્યા છે તો નર્મદા જિલ્લો પણ હવે ડેન્ગ્યુની લપેટમા આવ્યો છે જેમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કેટલાક ડેન્ગ્યુ ના પોઝેટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી છે
જાણવા મળ્યા મુજબ હાલમાં રાજપીપળા અને અન્ય તાલુકાઓમાં મળી લગભગ પાંચ જેવા ડેન્ગ્યુના કેસ આરોગ્ય વિભાગ પાસે આવ્યા છે જેમાં રાજપીપળામાં બે કેસ અને અન્ય તાલુકામાં ત્રણ મળી કુલ પાંચ જેવા ડેન્ગ્યુના કેસ આરોગ્ય વિભાગને મળ્યા છે ત્યારે હજુ ખાનગી દવાખાના કે હોસ્પિટલો માં કેટલા કેસ હશે એ જોવું રહ્યું.
 નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના ડિસ્ટ્રીક મેલેરિયા અધિકારી ડૉ. ધનંજય વલવીએ જણાવ્યું કે જિલ્લામાં પાંચ જેવા કેસ ડેન્ગ્યુના આવ્યા છે,  માટે આ તમામ વિસ્તારોમાં અમે એન્ટી લાર્વા, ફોગિંગ અને જાગૃતિ માટે જાણકારી સહિતની કામગીરી કરી રહ્યા છે.હાલ ખાસ કઈ ગભરાવવા જેવું નથી પરંતુ લોકો એ તહેદારી અને કાળજી લેવી જરૂરી છે. જેથી દર્દીઓની સંખ્યામાં વધારો નહીં થાય.

(11:12 PM IST)