<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો

સર્વસમાવેશી અને સર્વસ્પર્શી કામગીરી તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન સાથે અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા માટે ભાજપાસરકારે લીધેલા પગલાંઓ સહિતના વિષયો અંગે ચર્ચા કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આણંદ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થઈ રહેલી સર્વસમાવેશી અને સર્વસ્પર્શી કામગીરી તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન સાથે અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા માટે ભાજપાસરકારે લીધેલા પગલાંઓ સહિતના વિષયો અંગે સંવાદ કરી આગામી ચુંટણીમાં ભાજપાને પ્રચંડ સમર્થન આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.

(8:32 PM IST)