તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 25th July 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા :રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા
નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનનું સ્થળ નિરીક્ષણ કરવા માટે રાજ્ય અને કેન્દ્રના શીર્ષ નેતાઓ નવસારી દોડી આવ્યા

નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનનું સ્થળ નિરીક્ષણ કરવા માટે રાજ્ય અને કેન્દ્રના શીર્ષ નેતાઓ આજે નવસારી દોડી આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે.
નવસારી પહોંચ્યા બાદ બંન્ને નેતાઓ દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મંત્રી હર્ષભાઈ સંઘવીની સાથે જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યો અને પ્રભારી સચિવ યાત્રા અગ્રવાલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા
બેઠકમાં જિલ્લામાં પૂરના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની વર્તમાન સ્થિતિ, નાગરિકોને પૂરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ, અને તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત કામગીરીનો તાગ મેળવવામાં આવ્યો હતો.
કંટ્રોલ રૂમ ખાતે અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ કર્યા બાદ, તમામ નેતાઓ સીધા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાતે ગયા હતા . આ મુલાકાત દરમિયાન તેઓ પાણી ઓસર્યા પછી થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો તેમજ સ્થાનિક લોકો અને પૂરપીડિતોની મુલાકાત લઈને તેમની સમસ્યાઓ જાણી. વહીવટી તંત્ર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી સહાય પહોંચાડવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવશે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
