<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

વારંવાર સટ ડાઉન કરી મરામત કરવા છતાં રાજપીપળા દરબાર રોડ પર કલાકો સુધી વીજળી ગુલ

ફરિયાદ કેન્દ્ર પર ફોન કર્યો તો પહેલા એક કલાક કહ્યું, કલાક બાદ ફરી ફોન કર્યો તો બીજો એક કલાક લાગશે તેમ જણાવ્યું અને બે કલાક બાદ હજુ અડધો કલાકનું કહેતા આશ્ચર્ય

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા વીજ કંપનીનો હાલમાં વહીવટ ખાડે ગયો હોય તેમ ફરિયાદ કેન્દ્ર પરથી યોગ્ય જવાબ પણ મળતો નથી, સવારે લાઇટ ગયા બાદ ફરિયાદ કેન્દ્રમાં ફોન કરતા ગોળ ગોળ જવાબ મળ્યા હતા.
   મળતી માહિતી મુજબ સવારે દરબાર રોડ વિસ્તાર માં લાઇટ ગયા બાદ વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર ટેલિફોનીક પૂછપરછ કરતા ત્યાંથી એક કલાકમાં લાઇટ આવશે, કામ ચાલુ છે તેવો જવાબ મળ્યો પરંતુ એક કલાક ઉપરનો સમય થતા ફરી ફોન કરતા બીજો એક કલાક લાગશે તેમ જણાવ્યું આમ કુલ બે કલાકે લાઇટ આવશે તેવું સ્થાનિકો આશા રાખી બેઠા હતા પરંતુ બે કલાક બાદ પણ લાઇટ નહીં આવતા ફરી ફરિયાદ કેન્દ્ર પર કોલ કર્યો ત્યારે ઓપરેટરે કામ કરી રહેલા કાઇનમેન ને પૂછતા તેને હજુ અડધો કલાક લાગશે તેવો જવાબ આપતા સ્થાનિકો આમ ગોળ ગોળ જવાબ આપતા વીજ કંપનીના કર્મચારીઓ પર રોષે ભરાયા હતા. 
સ્થાનિકો નું કહેવું છે કે વારંવાર સટ ડાઉન કરી મરામત કરવા છતાં આજે રાજપીપળા દરબાર રોડ પર કલાકો સુધી વીજળી ગુલ થવાનું કારણ શું..? શું અગાઉ કલાકો લાઈટો બંધ રાખી કરાયેલી કામગીરી માં વેઠ ઉતરી હતી..? કોઈ જણ વગર અચાનક ત્રણ ચાર કલાક આમ લાઇટ બંધ કરી દેતા લોકો તકલીફ માં મુકાઈ છે જેમાં ખાસ કરીને ડેરી કે કોલ્ડ્રિંક ની તેમજ ઝેરોક્ષ સહિત નો ધંધો કરતા વેપારીઓ ને તો નુકશાન પણ થાય છે. માટે ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટ ને સુધારે તેવી લોક માંગ છે

(10:30 PM IST)