તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 10th November 2026
ડાકોરમાં રણછોડરાયજીનાં દર્શને ઉમટ્યા ભક્તો :મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
રણછોડરાયજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા : ભક્તોએ આરતીનો લ્હાવો લઈ ભગવાનનાં દર્શન કર્યા

હિન્દુ નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતભરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. ખેડા જિલ્લાના ડાકોરમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવા માટે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા હતા. રણછોડરાયજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તોએ આરતીનો લ્હાવો લઈ ભગવાનનાં દર્શન કર્યા હતા.
ભક્તોની સુવિધા માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે ડાકોર મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યાથી 11.30 અને બપોરે 12થી અનુકૂળતા મુજબ દર્શન થશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યાથી પણ અનુકૂળતા પ્રમાણે દર્શન થશે. વા વર્ષના પ્રથમ દિવસે જ રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
